મોરબીના સાપર નજીક બે વર્ષના બાળકનું રીવર્સ આવતા ડમ્પરની ઠોકરે મોત

 

સાપર નજીક ફેક્ટરીની લેબર કોલોની પાસે ડમ્પર ટ્રક ચાલકે રીવર્સ લેતી વખતે બેદરકારી દાખવી આગળ પાછળ જોયા વિના ટ્રક રીવર્સ લેતા બે વર્ષના બાળકને ઠોકર મારી હતી અને ગંભીર ઈજા પહોંચતા માસૂમનું મોત થયું હતું

 

મૂળ મધ્યપ્રદેશ હાલ મોરબીના સાપર ગાળા રોડ પર સાપર ગામની સીમમાં લોર્ડ્સ માઈક્રોન કારખાનામાં રહીને કામ કરતા ટ્વિન્કલબેન રાજેશભાઈ બિલવાલ (ઉ.વ.૨૨) વાળાએ ટ્રક ડમ્પર જીજે ૨૩ એડબલ્યુ ૭૪૯૦ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૬ ના રોજ સાંજે ૬ વાગ્યે દીકરો કાળું (ઉ.વ.૦૨) વાળો કારખાનાની લેબર કોલોનીમાં આરો પ્લાન્ટ પાસે લોડીંગ પોઈન્ટ સામે રમતો હતો

 

ત્યારે ડમ્પર ચાલકે ળ્ડીઙ પોઈન્ટ પાસે જઈને પાછળ જોયા વિના રીવર્સ લઈને ગ્રાઉન્ડમાં રમતા દીકરા કાળુંને પાછળના વ્હીલમાં હડફેટે લીધું હતું જેથી દીકરા કાળુંને માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા સરકારી હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં તબીબે જોઈ તપાસીને મૃત જાહેર કર્યું હતું મોરબી તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.