

વાંકાનેર મેઈન બજારમાં આવેલ જ્વેલરી દુકાનમાં દુકાનદારની નજર ચૂકવી એક મહિલા અને પુરુષ રૂ ૮૧,૪૦૦ ની કિમતની સોનાની બુટી ચોરી કરી ગયા હતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
રાજકોટના ખોરાણા ગામે રહેતા કાનભાઈ જોધાભાઇ ડાભી (ઉ.વ.૪૯) વાળાએ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૫ ઓગસ્ટના સવારના ૧૧ થી ૧૧ : ૩૦ વાગ્યા દરમિયાન ફરિયાદીની વાંકાનેર મેઈન બજારમાં હીરા પના કોમ્પ્લેક્ષ બાજુમાં આવેલ દ્વારકાધીશ જવેલર્સ દુકાનમાં એક મહિલા અને પુરુષ આવી નજર ચૂકવી સોનાની બુટી વજન ૫ ગ્રામ ૧૯૦ મિલી કીમત રૂ ૮૧,૪૦૦ ની ચોરી કરી નાસી ગયા હતા વાંકાનેર સીટી પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે