


મોરબીમાં ટ્રાફિકની સમસ્યાને લીધે ટ્રાફિકના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. જીઆરડી, ટીઆરબી જવાનો ટાઢ, તાપ અને વરસાદમાં ભીંજાતા પણ પોતાની ડ્યુટી નિભાવતા હોય છે પરંતુ ટ્રાફિકના જવાનોની સુવિધા માટે મોરબીમાં કોઈ વિચાર કરવામાં આવતો ના હતો. અન્ય જિલ્લાઓની જેમ જવાનોને ઉભા રહેવા માટે છત્રી જેવી સુવિધા મળતી ના હતી જોકે આખરે તંત્રએ શહેરના નગર દરવાજા ચોક, નવલખી ચોકડી સહિતના સ્થળોએ ટ્રાફિકના જવાનો માટે સુરક્ષા કવચ મુક્યા છે

