મોરબી બી-ડીવીઝન ટ્રાફિક નિયમન ભગ કરનાર સામે તવાઈ ઉતારી

મોરબી બી ડીવીઝન ઇન્ચાર્જ પી.આઈ. એમ.વી. ઝાલાની આગેવાની હેઠળ આજે બી ડીવીઝન પોલીસની ટીમે ટ્રાફિક ઝુંબેશ આદરી હતી જેમાં હાઈવે તેમજ સામાકાંઠા વિસ્તારમાં બી ડીવીઝન પોલીસની ટીમે સઘન ટ્રાફિક ઝુંબેશ ચલાવી હતી. બી ડીવીઝન પોલીસની ઝુંબેશમાં વિવિધ સ્થળોએ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા કુલ ૯ વાહનો એમ.વી.એક્ટ ૨૦૭ મુજબ ડીટેઈન કરવામાં આવ્યા હતા તે ઉપરાંત ખનીજનું પરિવહન કરતા વાહનો પણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હોય છે. ઓવરલોડેડ વાહનો હાઈવે પરથી પસાર થતા હોય છે ત્યારે આજે બી ડીવીઝન પોલીસે સાત વાહનો ખનીજ ભરેલા ડીટેઈન કરી કુલ ૧૬ વાહનો ડીટેઈન કરી તમામ વાહનચાલકો સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.જેથી હાઈવે પર નિયમનો ભગ કરતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો

Leave A Reply

Your email address will not be published.