


જાણતી વોલ કલોક કમ્પનીના કર્મચારી દિનેશ મનસુખરાય દવે રહે. રેવા ટાઉનશીપ વાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે કંપનીના માલિકના સબધી હિમાંશુ ભાલોડીયા અજંતા કંપનીના ટ્રાન્સપોર્ટ વિભાગની ઓફિસમાં દીવાલ તોડવાનું બ્રેકર મશીન હાથમાં લઈને આવ્યા હતા જેને ઓફીસના કાચમાં તોડફોડ કરીને કર્મચારીઓને ગાળો આપી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી જોકે ક્યાં કારણોસર ઓફિસમાં તોડફોડ કરી તે કારણ અંગે પોલીસને ફરિયાદમાં કઈ જણાવવામાં આવ્યું નથી. પણ આ તોડફોડ થી ચકચાર મચી અને પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી ની તજવીજ હાથ ધરી છે

