


ટંકારા લતીપર રોડ, હીરાપર ગામના પાટીયા પાસે કારે રિક્ષાને ટક્કર મારતા રીક્ષા ચાલક સહીત ત્રણ લોકોને નાની મોટી ઈજાઓ પહોચી હતી. ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગકની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી રીક્ષા ચાલક કાનાભાઇ કાથળભાઇ વેરાણાએ ફરીયાદમાં જણાવ્યું હતું કે તેઓ તેમના પત્ની લાભુબેન તથા ભાભી હેમીબેન દેવરાજભાઇ વેરાણાને લઈને જતા હોય ત્યારે ટંકારા લતીપર રોડે હીરાપર ગામના પાટીયા પાસે આરોપીએ પોતાના હવાલાવાળી સ્વીફ્ટ ફોરવ્હીલ કાર નં- GJ-36-F-3603 વાળી પુર ઝડપે ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ફરીયાદી તેમની સી.એન.જી.રીક્ષા નં-GJ-36-W-3076 વાળી પંચરની દુકાન તરફ જમણી બાજુ વાળતા હોય ત્યારે રીક્ષાને ઠોકર મારી હતી.
જેના કારણે ફરિયાદી, તેમના પત્ની અને ભાભીને નાઈ મોટી ઈજાઓ પહોંચી હતી. ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.