

ટંકારા તાલુકાના નસીતપર ગામ નજીક આવેલ ડેમી ૨ ડેમ (દરવાજા વાળો ડેમ) સિંચાઈ યોજનામાંથી હેઠવાસમાં આવેલ ચેકડેમો ભરવા માટે કુલ ૮૦ એમસીએફટી પાણી છોડવા રજુઆત કરવામાં આવી હતી જે દરખાસ્ત સક્ષમ કક્ષાએ મંજુર થતા આજે તા. ૨૮ ના રોજ સવારે ૧૦ કલાકે ડેમના દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
સવારે ૧૦ કલાકે ડેમી ૨ ડેમના ૩ દરવાજા ૨ ફૂટે ખોલવામાં આવશે અને ૪૦૨૦ કયુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવશે ડેમના દરવાજા ખોલવાના હોવાથી ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર અને મોટા રામપર, મોરબી તાલુકાના ચાચાપર, ખાનપર, કોયલી, ધૂળકોટ, આમરણ, ડાયમંડનગર બેલા તેમજ જોડિયા તાલુકાના માવનું ગામને એલર્ટ આપવામાં આવ્યું છે ગ્રામજનોએ નદીના પટમાં અવરજવર નહિ કરવા સુચના આપવામાં આવી છે