મોરબીમાં આઈ.ટી.આઈ. કૉલેજ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

 

મોરબીમાં આઈ.ટી.આઈ. કૉલેજ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત તા.૨૬/૦૯/૨૦૨૬ના રોજ સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઈન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ કમિટી ઓફ આઈ.ટી.આઈ. મોરબીના વાઇસ ચેરમેન અમિતભાઈ કાસુન્દ્રા, આચાર્ય નીતિન ચનિયારા, સંસ્થાના કર્મચારીઓ તથા ૨૧૦ જેટલા તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં સંસ્થાના ગાર્ડન, પાર્કિંગ તથા સમગ્ર પરિસરમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તાલીમાર્થીઓ અને કર્મચારીઓ દ્વારા પરિસરમાંથી કચરો એકત્રિત કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના પરિસરમાં ૨૦ જેટલા વિવિધ વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ બાદ રોપાઓના નિયમિત જતન અને સંવર્ધન માટે ઉપસ્થિત સૌએ સંકલ્પ લીધો હતો.

 

Leave A Reply

Your email address will not be published.