


મોરબીના વાવડી ચોકડી નજીકની રહેવાસી સગીરાને ગત તા. ૨૫ ના રોજ ને કેટરસ માં લઇ જવાનું કહી ભારતીબેન સતવારા ,જીવરાજ પરમાર અને કાંતિલાલ ડાભી સહિતના ૩ શખ્સો ચોટીલા તરફ લઇ ગયા હતા જ્યાં ભારતીબેન અને જીવરાજ સગીરાને ઢીકા પાટુંનો માર માર્યો હતો અને કાંતિલાલ ડાભી નામના યુવાને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું તેમજ આ મામલે કોઈને કાઈ જાણ કરી તો સગીરા તેમજ તેના પરિવાર ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે સઘળી હકીકત સગીરાએ પોતાના પરિવારને જણાવ્યા બાદ આ મામલે તેના પિતાએ એ ડીવીઝન પોલીસમાં મહિલા સહીત ત્રણ સામે દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાવી હતી. સગીરા દુષ્કર્મ મામલે એ ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ પોસ્કો, દુષ્કર્મ તેમજ જાનથી મારી નાખવાની ધમકી અને અપરહણ સહિતના ગુન્હા નોંધીને આ મામલે વધુ તપાસ પી.આઈ. વી.વી.ઓડેદરા ચલાવી રહ્યા છે જેમાં દુષ્કર્મના મુખ્ય આરોપી કાંતિલાલ ડાભી અને મદદગારી કરનાર જીવરાજ પરમાર તેમજ મદદગારી કરનાર મહિલા ભારતીબેન સતવારા એ ત્રણેય આરોપીને પોલીસે દબોચી લીધા છે.

