

રણમલપુર ગામમાં વીજપોલ ઉભો નહિ કરવા બાબતે ઝઘડો થતા ત્રણ ઇસમોએ વૃદ્ધને જાહેરમાં જાતી પ્રત્યે અપમાનિત કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે
હળવદ તાલુકાના રણમલપુર ગામના રહેવાસી પુનાભાઈ દેવાભાઈ રાઠોડ (ઉ.વ.૬૧) વાળાએ આરોપીઓ હરજીભાઈ કરમશીભાઈ રબારી, નરેશ હરજીભાઈ રબારી અને ખોડાભાઈ ગોવિંદભાઈ રબારી રહે બધા રણમલપુર તા. હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૫ ના રોજ રણમલપુર માધ્યમિક શાળાની સામેના રોડ પર વીજપોલ ઉભો નહિ કરવા બાબતે આરોપીઓએ બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને જતી પ્રત્યે જાહેરમાં અપમાનિત કરી ગાળો આપી લોખંડ પાઈપ અને લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

