

જૈન દર્શનમાં દશ પ્રકારના દાન કહેવાયા છે તેમજ ભગવાન મહાવીર સ્વામીએ દાનને સાતક્ષેત્રમાં પણ દાનનું અતિ મહત્વ સમજાવ્યું છે એવા દાનવીરોનું સન્માન અને અનુમોદના કરાય છે
પુ. ગચ્છાધિપતિ આચાર્યશ્રી ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં શ્રી સ્થાનિકવાસી જૈન સંઘ સોની બજાર મોરબીના ઉપક્રમે સમાજના સુપ્રતિષ્ઠિત દિલાવર દાતાશ્રી નવીનચંદ્ર તારાચંદ દોશીને સંઘ રત્નની વિશેષ પડવી અને સાથે એડવોકેટ અને સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર ઉર્મિલાબેન મહેતાને સંઘ દીપિકાનું જાજરમાં સન્માન સમારોહનો કાર્યક્રમ તા. ૦૫-૦૪-૨૦૨૬ ને રવિવારે યોજાશે
શ્રીમાન નવીનભાઈ દોશી સંઘ પ્રમુખ અને ઉર્મિલાબેન ઉપપ્રમુખ તરીકે વર્ષોથી સોનીબજાર સંઘમાં તન-મન અને ઘણથી સેવા આપે છે આ બંને મુરબ્બીઓ સમગ્ર જૈન સમાજમાં અનેક રીતે સહયોગી બની જીવદયા, માનવતા, અનુકંપા, ભક્તિમાં હમેશા અગ્રેસર હોય છે જૈન ધર્મમાં દાન ધર્મનો ખુબ જ મહિમા છે બીજાને સુખ આપી, પોતે સંતોષ માને તે દાન છે જેમાં આહારદાન, ઔષધદાન, અભય દાન અને જ્ઞાનદાન તેમજ સુપાત્રદાન સમાયા છે
આ પ્રસંગે મોરબીના સકલ જૈન સંઘો, અનેક સંસ્થાના અગ્રણીઓ પધારશે એવું સંઘના મંત્રી અશોકભાઈ મહેતાએ જણાવ્યું હ્ચે સંઘના ટ્રસ્ટીઓ હસમુખભાઈ દોશી, યોગેશભાઈ મહેતા, કેતનભાઈ મહેતા સહિતનાઓ સહયોગ કરી રહ્યા છે