

હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાંથી બલેનો કારમાંથી પોલીસે ૩૦૦ લીટર દેશી દારૂ અને કાર સહીત ૪.૬૦ લાખના મુદામાલ સાથે એક ઈસમને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સુંદરગઢ ગામની સીમમાંથી કારમાં દારૂની હેરાફેરીની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી અને સુંદરગઢ ગામ નજીકથી બલેનો કાર જીજે ૩૬ એપી ૬૭૪૮ રોકી ચેક કરતા દેશી દારૂ ૩૦૦ લીટર કીમત રૂ ૬૦,૦૦૦ નો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દેશી દારૂ અને કાર કીમત રૂ ૪ લાખ સહીત કુલ રૂ ૪.૬૦ લાખનો મુદામાલ કબજે લઈને આરોપી ઈલેશ શંભુભાઈ ડાભી રહે સુંદરગઢ વાળાને ઝડપી લીધો છે અન્ય આરોપી મિતુલ મુકેશભાઈ દેકાવાડીયા રહે ભવાનીગઢ તા. મુળી વાળાનું નામ ખુલતા વધુ તપાસ હાથ ધરી છે