મહેન્દ્રનગર ચોકડીએ ટ્રક પલટી ગયા બાદ કાર પર પડ્યો, કારના બોનેટમાં નુકશાન

 

મહેન્દ્રનગર ચોકડી નજીક ટ્રક ચાલકે કાબુ ગુમાવતા પલટી મારી ગયો હતો અને બાદમાં કાર પર પડતા કારના બોનેટ પર પડતા કારના બોનેટમાં નુકશાની પહોંચી હતી પોલીસે બનાવ મામલે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

મોરબી તાલુકાના જૂની પીપળી ગામે રહેતા નીતિનભાઈ દેવજીભાઈ રાઠોડે ટ્રક જીજે ૧૨ એઝેડ ૯૬૦૯ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૫ ના રોજ મહેન્દ્રનગર ચોકડી પાસે ટ્રક ચાલકે પુરઝડપે ચલાવી અચાનક બ્રેક મારતા ટ્રક પલટી ગયો હતો અને ફરિયાદીની કાર જીજે ૩૬ એલ ૬૧૫૮ ટ્રાફિકમાં ઉભી હોય જેના બોનેટ માથે પડ્યો હતો જેથી બોનેટમાં નુકશાની થવા પામી છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.