


મોડપર ગામે એક માસ પૂર્વે ફોનમાં બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખી એક ઇસમેં ફરિયાદીના પતિને ફોન કરી પીપળીયા ચાર રસ્તા બોલાવ્યા હતા અને ત્યાં ના જતા આરોપીએ ઘર પાસ આવી પતિને લાફા ઝીકી પીપળીયા માતાજીએ આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
મોરબીના મોડપર ગામે દેવીપુજક વાસના રહેવાસી કાજલબેન અક્ષયભાઈ સોલંકીએ આરોપી ઓમદેવસિંહ મહિપતસિંહ જાડેજા રહે પીપળીયા તા. મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીને ફરિયાદીના પતિ સાથે એકાદ માસ પૂર્વે ફોનમાં બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખી પતિને ફોન કરી પીપળીયા ચાર રસ્તા બોલાવ્યા હતા પરંતુ પતિ ત્યાં ગયા ના હતા જેથી આરોપી ઘર પાસે આવી ગાળો બોલી કાજલબેનના પતિ અક્ષય સોલંકીને બે ત્રણ લાફા ઝીકી મુંઢ ઈજા કરી હતી તેમજ જેઠાણી આશાબેનનું બાવડું પકડી લઈને ધકો મારી પાડી દીધા હતા અને પીપળીયા માતાજીએ આવશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી હું આર્મીમાં નોકરી કરું છું તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લેજો મારૂ કાઈ નહિ થાય તેમ કહ્યું હતું અને ધમકીઓ આપી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે