પીપળીયા-ફગસીયા રોડ પર નિંદ્રાધીન આધેડ પર ડમ્પર ફરી વળતા મોત

 

પીપળીયા-ફગસીયા રોડ પર રોડ પર આધેડ સુતા હોય ત્યારે ડમ્પર માથે ફરી વળતા ગંભીર ઈજા પહોંચતા આધેડનું મોત થયું હતું અકસ્માત સર્જી પોતાનું વાહન લઈને ડમ્પર ચાલક નાસી ગયો હતો

 

મૂળ મધ્યપ્રદેશના વતની હાલ મોરબી તાલુકાના ખાખરાળા ગામે રહેતા રેખાબેન મોહનભાઈ પરમારે ડમ્પર જીજે ૩૬ એક્સ ૮૯૨૪ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૬ જુનના રાત્રીના આઠ સવા આઠ વાગ્યાના અરસામાં ફરિયાદીના પતિ મોહનભાઈ હાનાભાઈ પરમાર (ઉ.વ.૪૪) વાળા પીપળીયા ફગસીયા રોડ પર આવેલ શ્યામ માઈક્રોન કારખાના પાસે રોડ પર સુતા હતા ત્યારે ડમ્પર ચાલકે પુરઝડપે ડમ્પર ચલાવી મોહનભાઈ ઉપર ચડાવી દઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું અને પોતાનું વાહન લઈને નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.