


જેતપર ગામે ઉપવાસી છાવણીમાં એક બાદ એક ઉપવાસીઓની લથડતી તબિયતને પગલે યુવાનોની તબિયતને ધ્યાને રાખી તેમજ ડોક્ટરની સલાહ મુજબ નેહુલ અમૃતિયા બાદ તમામ ઉપવાસીઓએ સંતો મહંતો અને દીકરીઓના હાથે પારણા કર્યા હતા તો સરકારનો પરિપત્ર માન્ય નથી જેમાં કેટલીય ખામી હોવાનું જણાવી નવો પરિપત્ર આપવા માંગ કરવામાં આવી છે
જેતપર ગામે સોમવારે રાત્રીના સભા યોજાઈ હતી જેમાં મહંત દામજી ભગત અને ગામની દીકરીઓના હસ્તે ઉપવાસીઓએ પારણા કર્યા હતા જોકે આંદોલન પૂર્ણ થયું નથી લડત ચાલુ રહેશે અને પાર્ટ ૩ શરુ કરવા તૈયારી દર્શાવી હતી તેમજ સરકારે જે ઠરાવ કર્યો છે તેને ઉપવાસીઓએ નકારી કાઢ્યો છે પરિપત્રમાં ખામીઓ હોવાનું જણાવ્યું છે
જેતપર ગામે સભામાં ગ્રામજનો સમક્ષ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ઠરાવ ક્રમાંક ઇપીસીડી.ઈએલએ/ઈ-ફાઈલ/૨૦/૨૦૨૩/૧૧૭૩/ક, તા. ૦૪-૦૭-૨૦૨૬ નો સંપૂર્ણ અભ્યાસ કરીને ગ્રામજનોએ ચર્ચા વિચારણા કરી હતી ઠરાવ પ્રમાણે ટેલીગ્રાફ એક્ટ ૧૮૮૫ ની કલમ ૧૦ (ઘ) મુજબ થાંભલા અને તાર આવવાથી થતું સંપૂર્ણ નુકશાનની ભરપાઈ થતી નથી જેથી સર્વાનુમતે ઠરાવનો અસ્વીકાર કરી અમાન્ય ઠરાવ્યો છે અને સરકારને જણાવ્યું છે કે ઠરાવ રદ કરીને તાત્કાલિક નવો ઠરાવ પસાર કરવામાં આવે અને સંપૂર્ણ નુકશાની ભરપાઈ થાય તેવો ઠરાવ આગામી ૭ દિવસમાં કરવામાં નહિ આવે તો ગ્રામજનો સરકાર સામે સત્યાગ્રહ કરવા તૈયાર હોવાનું જણાવ્યું હતું

