મોરબી-માળિયા, ટંકારા અને વાંકાનેરમાં અપમૃત્યુના બનાવોમાં ચારના મોત



મોરબી, માળિયા, ટંકારા અને વાંકાનેર પંથકમાં આપઘાત અને અપમૃત્યુના ચાર બનાવોમાં ચાર વ્યક્તિના મોત મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે
પ્રથમ બનાવમાં મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ ઓરટોન બાથવેર એલએલપીમાં કામ કરતા છોટુ બર્જલાલ મોર્ય (ઉ.વ.૨૧) નામના યુવાને લેબર ક્વાર્ટરમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે તપાસ ચલાવી છે બીજા બનાવમાં મૂળ એમપીના વતની હાલ વાંકાનેર તાલુકાના દલડી ગામે આવેલ કોલીટી મિનરલ્સ કારખાનામાં મજુરી કરતા શિવાની સમરીયા નીનામા (ઉ.વ.૧૭) નામની સગીરાને નાની બહેન બીના સાથે વાસણ ધોવા બાબતે બ્લાચાલી થતા માઠું લાગી જતા ઓરડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો
ત્રીજા બનાવમાં મૂળ એમપીના વતની હાલ ટંકારાના મીતાણા ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતા મોનાભાઈ તેજાભાઈ પસાયા (ઉ.વ.૧૮) નામના યુવાન મીતાણા ગામથી ગણેશપર રોડ પર પોતે ભાગે રાખેલ વાડીએ બાઈક લઈને જતો હતો ત્યારે અચાનક વચ્ચે આખલો આવતા બાઈક અથડાતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું ચોથા બનાવમાં મૂળ એમપી હાલ માળિયા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં એકઝીશન કારખાનામાં રહીને કામ કરતા રાખીસિંહ નેત્રસિંહ ગોંડ (ઉ.વ.૧૯) નામની પરિણીતાએ બે ત્રણ વખત જમવાનું કહેતા જમવાનું પીરસેલ નહિ અને મોબાઈલ જોતી હતી જેથી પતિને ગુસ્સો આવતા બોલાચાલી થઇ હતી અને મોબાઈલ તોડી નાખ્યો જેથી રૂમમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો