બાવરવા પરિવારનું ગૌરવ : બરવાળાના ખેડૂત લક્ષ્મણભાઈ બાવરવાની દીકરીએ અંગ્રેજીમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી

 

બરવાળા ગામની પ્રતિભાશાળી દીકરી, લક્ષ્મણભાઈ બાવરવાની સુપુત્રી તથા ડૉ. અર્જુન દવેની સહધર્મચારિણીએ અંગ્રેજી વિષયમાં પીએચ.ડી.ની ઉચ્ચ અને પ્રતિષ્ઠિત ઉપાધિ પ્રાપ્ત કરીને પરિવાર, સમાજ અને સમગ્ર ગામનું ગૌરવ વધાર્યું છે. બાળપણથી જ અભ્યાસ પ્રત્યેની લગન, મહેનત અને ઊંચા સપનાઓને સાકાર કરવા પાછળ માતા-પિતાના ત્યાગ, પ્રેરણા અને અવિરત સહકારનો અમૂલ્ય ફાળો રહ્યો છે.

 

તેમજ તેમના પતિ ડૉ. અર્જુન દવેનો સતત સાથ, પ્રોત્સાહન અને સમજણ તેમની સફળતાનો મજબૂત આધાર બન્યો છે. શૈક્ષણિક ક્ષેત્રમાં મેળવેલી આ સફળતા માત્ર તેમના પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર વિસ્તાર માટે ગર્વની બાબત બની છે. ગ્રામ્ય વિસ્તારની દીકરીઓ માટે તેમણે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે કે દૃઢ મનોબળ અને સતત પ્રયત્નોથી કોઈપણ ઊંચાઈ પ્રાપ્ત કરી શકાય છે. પરિવારજનો, સગાસંબંધીઓ, મિત્રો તથા ગામજનો દ્વારા તેમને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. તેમની આ સિદ્ધિ ભવિષ્યમાં અનેક વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધવા માટે પ્રેરણા આપશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે.

 

Leave A Reply

Your email address will not be published.