મોરબી કલેકટરની બદલી: મ્યુનીસીપલ કમિશ્નર સ્વપ્નીલ ખરે કલેકટર બન્યા

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી માળખામાં મોટો ફેરફાર કરતા ૭૨ જેટલા આઈએએસ અધિકારીઓની બદલી અને નિમણૂકના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આ ફેરબદલમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મોરબી અને જામનગર સહિતના અનેક જિલ્લાના કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો અને જિલ્લા વિકાસ અધિકારીઓનો સમાવેશ થાય છે.

મોરબી જિલ્લાના વહીવટી તંત્રમાં જિલ્લાના મુખ્ય ચાર પદો પર નવા અધિકારીઓની નિમણૂક થઈ છે. મોરબીના કલેક્ટર કિરણ બી. ઝવેરીની બદલી નડિયાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે કરવામાં આવી છે. તેમના સ્થાને મોરબીના જ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેની મોરબીના નવા કલેક્ટર તરીકે વરણી કરવામાં આવી છે. આ ખાલી પડેલી મોરબી મ્યુનિસિપલ કમિશનરની જગ્યા પર સંગીતા રૈયાણી કાર્યભાર સંભાળશે, જેઓ અગાઉ ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશનમાં મિશન ડાયરેક્ટર તરીકે કાર્યરત હતા. સાથોસાથ, મોરબીના જિલ્લા વિકાસ અધિકારી તરીકે વિદ્યાસાગરની નિમણૂક કરવામાં આવી છે, જેઓ અત્યાર સુધી ધંધુકા ખાતે આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. આ નિમણૂકથી એન.એસ. ગઢવીને વધારાના ચાર્જમાંથી મુક્તિ મળી છે.

Leave A Reply

Your email address will not be published.