

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો હોય જે મૃતદેહને પ્રાણીએ ફાળી ખાધેલ હોવાનું ધ્યાને આવતા ગ્રામજનો એકઠા થયા હતા અને બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે દોડી જઇને વધુ તપાસ હાથ ધરી છે
નિષ્ઠુર જનેતા એ નવજાત બાળકીને જન્મ આપીને તરછોડી દીધી હોય અને બાદમાં પ્રાણી દ્વારા તેને ફાળી ખાધી હોવાનો બનાવ સામે આવ્યો છે જે નવજાત બાળકીનો મૃતદેહ વાંકાનેરના અરણીટીંબા ગામમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે ધટનાની જાણ થતા જ ગ્રામજનો એકઠા થયા હતા અને વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી તો પોલીસ ધટનાની ગંભીરતાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે તો બાળકીના મૃતદેહને પી એમ માટે ખસેડવામાં આવ્યો છે
નિષ્ઠુર માતા બાળકીને તરછોડી દીધી હોવાથી ચારેકોરથી ફિટકાર વરસી રહી છે તો વાંકાનેર તાલુકા પોલીસે પણ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે