ટંકારાના વીરપર નજીક કાર અગનગોળો બની, રોડ પર ભયનો માહોલ છવાયો

            મોરબી રાજકોટ હાઈવે પર ગત રાત્રીના સમયે કારમાં આગ લાગી હતી ટંકારા તાલુકાના વીરપર ગામ નજીક કારમાં આગ લાગતા કાર અગનગોળો બની ગઈ હતી કાર ભડાભડ સળગી ઉઠતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો હાઈવે પર કારમાં આગ લાગતા વાહનો થંભી ગયા હતા જેથી થોડીવાર માટે ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી બનાવની જાણ થતા ફાયર ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો 

Leave A Reply

Your email address will not be published.