

કેન્સર જેવા અસાધ્ય રોગથી ગ્રસ્ત બનેલા મોરબીના ધારાસભ્ય અને મંત્રી કાન્તીભાઈ અમૃતિયા બે મહિના લાંબી સારવાર બાદ કેન્સરને હરાવી આજે મોરબી પરત ફરતા ભવ્ય સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે સન્માન યાત્રા શહેરના દરબારગઢ ચોકથી બાપા સીતારામ ચોક સુધી યોજાઈ હતી જે યાત્રાનું શહેરના વિવિધ ચોક ખાતે અલગ અલગ સંગઠન અને સમાજ દ્વારા સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું અને બાદમાં બાપા સીતારામ ચોક ખાતે કાન્તીભાઈ અમૃતિયાએ સભા ગજવી હતી
કાન્તીભાઈ અમૃતિયાએ સભામાં તેમનો હમેશા સાથ નિભાવનાર વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, પૂર્વ શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા, ભાજપ અગ્રણી જયંતીભાઈ કવાડિયા અને કાર્યકરોનો આભાર માન્યો હતો તેમજ પોતાના જુના અંદાજમાં સભા સંબોધતા જણાવ્યું હતું કે ક્યાંક નબળું કામ થતું હોય તો બંધ કરાવજો વર્ષ ૨૦૧૭ માં ચુંટણી હાર્યા બાદ અણીયારી ગામે ઝઘડો કરવા ટોળું આવ્યું હતું ત્યારે પણ કહ્યું હતું કે કાનાભાઈ મરી નથી ગયા હારી ગયા છે ભગવાને ઘણું આપ્યું છે અને કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે નીતિ નિયમથી ચાલે તે જ ભાજપનો કાર્યકર્તા. મોરબીમાં તાજેતરમાં હત્યાના બનાવો બન્યા છે જે અંગે જણાવ્યું હતું કે હવે કાનાભાઈ રાઉન્ડ મારશે અને ગુનેગારો-અસામાજિક તત્વોને ચેતવણી આપી હતી મોરબીમાં શાંતિ માટે પ્રજાના પ્રતિનિધિની જવાબદારી હોય છે શાંતિ હોય તો જ વેપારીઓ વેપાર કરી સકે નાગરિકો શાંતિથી જીવી સકે.
કેન્સર નિદાન થયા બાદ તેઓ પદયાત્રા કરી ચોટીલા દર્શન કર્યા હતા તે પ્રસંગ વાગોલ્યું હતું અને મોબાઈલ જેવડી ગાંઠ નીકળી હતી રોગ સામે લડતા હતા ત્યારે તેમના માટે પ્રાર્થના, હવન અને પૂજા કરનાર તમામ કાર્યકરો, વેપારીઓ સહિતના સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો છે મોરબી મહાપાલિકા બન્યું અને ગત વર્ષ જે ૭૦૦ કરોડ બજેટ હતું તે વધીને ૧૧૦૦ કરોડને પાર પહોંચી ગયું છે વિકાસની ભૂખ મોરબીવાસીઓની સંતોષવા તેઓ હમેશા તત્પર રહેશે તેવું આશ્વાસન આપ્યું હતું તો વિપક્ષો પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૭ માં નહોતા ત્યારે ૧૦ ટકા અને ૨૦ ટકા દુકાનો ખુલી ગઈ હતી તેમજ વિપક્ષના નેતાઓને બર્થડેના ફુગ્ગા કહ્યા હતા જે હવા બહુ ટકતી નથી તેમજ દર્દીઓને પ્રેરક સંદેશ આપ્યો હતો કે તમારું મનોબળ હોય તો રોગ ૫૦ ટકા મટી જાય છે અને આત્મબળથી જ રોગનો સામનો કરી સકાય છે મોરબીના વિકાસકામો સતત ચાલુ રહેશે તે સભાને સંબોધતા અનેક વખત રીપીટ કર્યું હતું
હમસે હે જમાના, જમાને સે હમ નહિ : જીતુભાઈ સોમાણી
સભાને સંબોધન કરતા જીતુભાઈ સોમાણી ગરજ્યા હતા અને પાર્ટીના જ આગેવાનોને ટકોર કરી હતી ફિલ્મી અંદાજમાં હમસે હે જમાના જમાને સે હમ નહિ કહી ઈશારામાં ઘણું બધું કહી દીધું હતું અને મર્દની મૈયતમાં જવાય, હીજડાની જાનમાં નો જવાઈ તેમ પણ કહ્યું હતું