હિંદુઓને ટાર્ગેટ કરી પશ્ચિમ બંગાળમાંથી કાઢવાના હીન પ્રયાસ, રાષ્ટ્ર્રપતિ શાસન લગાવવાની માંગ

વકફ કાયદાના વિરોધની આડમાં પશ્ચિમ બંગાળમાં હિંદુઓને ટાર્ગેટ કરવામા આવી રહ્યા છે હિંદુઓનો નરસંહાર અને ૫૦૦ થી વધુ હિંદુ પરિવારોના ઘર અને રોજગારનો નાશ કરી રાજ્યમાંથી કાઢવાના હીન પ્રયાસ કરવામાં આવી રહ્યાના ગંભીર આક્ષેપો સાથે આજે હિંદુ સંગઠનોએ કલેકટરને આવેદન પાઠવી વિરોધ નોંધાવ્યો હતો

વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દલ સહિતના હિંદુ સંગઠનો દ્વારા આજે જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે બંગાળમાં હિંદુઓને ટાર્ગેટ કરી હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે જેથી અનેક હિંદુ પરિવારો પલાયન કરી રહ્યા છે હિંદુ પરિવારોના ઘર અને રોજગારનો નાશ કરી તેને બંગાળમાંથી કાઢવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ પશ્ચિમ બંગાળની સરકાર અને ત્યાંનુ પ્રશાસન કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી જેથી બંગાળમાં રાષ્ટ્પતિ શાસન લાગુ કરવામાં આવે તેવી માંગ કરી હતી

Leave A Reply

Your email address will not be published.