મોરબીથી ૩ વર્ષના બાળક સાથે સંબંધી મધ્યપ્રદેશ પહોંચી ગયા, માતાએ ગેરસમજણમાં પોલીસ ફરિયાદ નોંધાવી
અપહરણની ફરિયાદને પગલે પોલીસ તુરંત કામે લાગી, એમપીથી બાળક અને સંબંધીને શોધી કાઢી મામલો થાળે પાડ્યો


મોરબીના સિરામિક એકમમાં રહીને મજુરી કરતા શ્રમિક પરિવારના ૦૩ વર્ષના બાળકને સંબંધી તેની સાથે વતન એમપી લઇ ગયા હતા પરંતુ મોબાઈલ સ્વીચ ઓફ આવતા માતાને ગેરસમજણ થતા અપહરણની ફરિયાદ નોંધાવી દીધી હતી જેથી તાલુકા પોલીસ ટીમે તુરંત તપાસ ચલાવી બાળક અને સંબંધીને એમપીથી શોધી કાઢી આખો મામલો થાળે પાડ્યો હતો
જે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.૨૧/૮/૨૦૨૬ ના રોજ સ્પેનસેરા સીરામીકનો ઓરડીમાં રહેતા ફરીયાદી અર્ચનાબેન રાજુભાઇ રામજીયાવન મુળ નરોળા વરળાપુર ગામ તા.જી- ગોંડા (યુ.પી.) વાળાનો સગીરવયનો દિકરો અંતાક્ષ ઉવ.૦૩ વાળાને તેમના ઓળખીતા સંતોષભાઇ નવલાભાઇ રહે. મુળ બુઢા ડુંગર તા.બદરવાસ જી- શીવપુર (એમ.પી) વાળા બપોરના સમયે રમકડા લેવા સાથે લઇ જવા ફરીયાદીના પતિ સાથે વાતચીત થયેલ અને તેમનો મોબાઇલ ફોન નંબર ૯૫૧૨૨૨૪૦૨૩ વાળો સાથે આપેલ હતો બાદ સમય વિતતા ફરીયાદીનો દિકરા ઘરે નહી આવતા ફરીયાદીના પતિએ આ સંતોષભાઇ સાથે વાતચીત કરવા આપેલ નંબર વાળા ફોનમાં ફોન કરતા ફોન સ્વીચ ઓફ આવતા ફરીયાદીને ચિંતા થયેલ જેથી તેમને પોલીસ સ્ટેશન આવી જાણ કરેલ કે, આ સંતોષભાઇ મારા દિકરા અંતાક્ષ ઉવ ૦૩ વાળાને રમકડા લેવા સાથે ગયેલ પણ ચાર પાંચ કલાક જેટલો સમય થઇ જતા તેમનો કોઇ સંપર્ક થતો નથી
જેથી મોરબી તાલુકા પોલીસે અપહરણનો ગુનો નોંધી તુરંત તપાસ ચલાવી હતી ગુનાની ગંભીરતા સમજીને અલગ અલગ ટીમોએ બનાવી અપહૃત બાળકને શોધી કાઢવા ટીમો કામે લાગી હતી સંતોષભાઇ નવલાભાઇની બનાવ સ્થળથી તપાસ કરાવતા હ્યુમન સોર્સ અને ટેકનીકલ માધ્યમથી તપાસ કરતા આ બન્ને સંતોષભાઇ તથા અંતાક્ષ ઉવ ૦૩ વાળા છેલ્લે ચરાડવા ગામથી કોઇ એમ.પી. રાજયમાં જતી બસમાં ગયેલ હોવાની હકીકત મળતા તુરત જ પોલીસની એક ટીમ એમ.પી. આરોપીના રહેણાંક મકાને તપાસ કરવા મોકલેલ હોય અને અવાર નવાર મોબાઇલ નંબરના લોકેશન ટ્રેસીંગ ચાલુ રાખેલ દરમ્યાન સંતોષભાઇ એમ.પી. મુકામે તેમના ઘરે પહોંચી જતા મોબાઇલ ફોન ઓન થતા સામેથી સંપર્ક કરી જણાવેલ કે, હું અને અંતાક્ષ મારા ઘરે સુરક્ષીત પહોચી ગયેલ છીએ અને અંતાક્ષ મારી સાથે હોવાનુ જણાવતા જેથી તુરત જ અંતાક્ષને તા.૨૩/૮/૨૦૨૬ હસ્તગત કરી સંતોષભાઇને અંતાક્ષને સાથે લઇ આવવા બાબતે પુછતા જણાવેલ કે, મારી માતાની તબીયત બરાબર ન હોય જેથી મારા ઘરે આવેલ હતો અને આ વખતે અંતાક્ષ પાસે જે મોબાઇલ ફોન હતો તે સ્વીચ ઓફ થઇ ગયેલ હતો જેથી મારે રાજુભાઇ સાથે કોઇ સંપર્ક થયેલ નથી.
પરંતુ આ સંતોષભાઇએ રાજુભાઇને તેમના દિકરા અંતાક્ષને પોતાની સાથે પોતાના ઘરે એમ.પી. લઇ જવાની વાત કરેલ હોય જે વાત તેઓએ ફરીયાદીને જણાવેલ ન હતી. આમ આ બનાવમાં ફરીયાદીના પતિ અને આ સંતોષભાઇ એકબીજાના પરીચીત વ્યક્તિ તેમજ સંબધી હોય તેમજ અવાર નવાર એકબીજાને કામમાં મદદ કરતા હોય જેથી ફરીયાદીના દિકરા અંતાક્ષને તેમની સાથે રમકડા લેવા મોકલેલ હતો આ બાબેત સંતોષભાઇએ અંતાક્ષને પોતાની સાથે એમ.પી. લઇ જવા બાબતે જાણ પણ કરેલ હોય જે વાત રાજુભાઇએ ફરીયાદીને જાણ કરેલ ન હોય જેથી ફરીયાદીને કોઇપણ વાતની જાણકારી ન હોય અને ગેરસમજ તથા પોતાના દિકરા સાથે રહેલ મોબાઇલ ફોનમાં લાંબા સમયગાળા સુધી સંપર્ક ન થવાના કારણે ઉતાવળમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો જેથી ફરીયાદીના દીકરા અંતાક્ષને ટૂંકા સમયગાળામાં શોધી કાઢી પરિવારને શોધી કાઢવામાં મોરબી તાલુકા પોલીસ ટીમને સફળતા મળી હતી