

ટંકારા તાલુકાના જબલપુર ગામની સીમમાં વાડીએ આવેલ કુવામાં કુદી ૧૩ વર્ષીય સગીરાએ આપઘાત કર્યો હતો માતાએ ન્હાવા માટે પાણી આપવાની ના પાડી જાતે કામ કરવા ઠપકો આપતા સગીરાએ અંતિમ પગલું ભરી લીધું હતું
મૂળ પંચમહાલ જીલ્લાના વતની હાલ ટંકારા તાલુકાના જબલપુર ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતા પરિવારની ૧૩ વર્ષની દીકરી પાર્વતીબેન અર્જુનભાઈ નાયક નામની સગીરાએ વાડીમાં આવેલ કુવામાં કુદી આપઘાત કરી લીધો હતો ટંકારા પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ પાર્વતીબેનના માતા મીનાબેન રસોઈ બનાવતા હતા અને ન્હાવા માટે પાણી ભરી આપવાની નાં પાડી જાતે કામ કરી લેવા દીકરીને ઠપકો આપ્યો હતો જે મનમાં લાગી આવતા સગીરાએ કુવામાં કુદી આપઘાત કરી લીધો હતો ટંકારા પોલીસે આપઘાતના બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે