વાઘપરામાં કલર કામ કરતા સીડી પરથી પડી જતા ઈજાગ્રસ્ત વૃદ્ધનું મોત

 

વાઘપરા વિસ્તારમાં કલર કામ કરતી વખતે ૬૫ વર્ષના વૃદ્ધ નિસરણી પરથી નીચે પડી જતા માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડ્યા હતા જ્યાં સારવારમાં વૃદ્ધનું મોત થયું હતું

 

મોરબીના મકરાણીવાસમાં રહેતા અબ્દુલ ઓસમાણ ખુરેશી (ઉ.વ.૬૫) નામના વૃદ્ધ ગત તા. ૦૮ ના રોજ વાઘપરામાં મનસુખભાઈના મકાનનું કલર કામ કરતા હતા ત્યારે નિસરણી પરથી નીચે પડી જતા માથામાં ઈજા પહોંચી હતી જેથી સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં સારવારમાં વૃદ્ધનું મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.