

હળવદ: ભારતીય સંસ્કૃતિ, એકતા અને નારી સશક્તિકરણના સંદેશને જનજન સુધી પહોંચાડવાના હેતુથી હળવદ શહેરમાં ‘નારી શક્તિ રાષ્ટ્રની શક્તિ’ના સૂત્ર સાથે નિઃશુલ્ક નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ‘વસુધૈવ કુટુંબકમ્’ એટલે કે ‘આખી દુનિયા એક કુટુંબ છે’ની ભારતીય સંસ્કૃતિની મહાન ભાવનાને કેન્દ્રમાં રાખીને આ આયોજન કરવામાં આવ્યું છે.
દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત નારી સશક્તિકરણના વિચારો તેમજ તેમના સુશાસનનાં ૨૫ વર્ષના કાર્યકાળની ઉજવણીના સંદર્ભમાં ‘નમો નમઃ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં માતાજીની આરાધના સાથે ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને મહિલા શક્તિના ગૌરવને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.‘નમો નમઃ નવરાત્રી’ની ભાવના સાથે આયોજિત આ નિઃશુલ્ક નવરાત્રી મહોત્સવનું શુભ સ્થળ
સરસ્વતી શિશુમંદિર, રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમને મોરબી જિલ્લા સાંસ્કૃતિક શેલના જયંમતભાઈ દવે સંયોજક તરીકે આયોજનની જવાબદારી સંભાળવામાં આવી રહી છે.
નવરાત્રીના પવિત્ર પર્વમાં ભક્તિ, સંસ્કૃતિ અને સામાજિક એકતાના સમન્વય સાથે નારી શક્તિના સન્માનનો સંદેશ પ્રસરાવતું આ આયોજન હળવદના નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનવાની અપેક્ષા છે.વસુધૈવ કુટુંબકમ્ — નારી શક્તિ રાષ્ટ્રની શક્તિ.
આ નવરાત્રી મહોત્સવમાં સાંસ્કૃતિક ભક્તિ શક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળશે નવરાત્રીના નવે નવ દિવસ દરમિયાન ગુજરાતના ખ્યાતનામ કલાકારો તેમજ ગુજરાતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે.
મયુર રાવલ હળવદ