ટંકારાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે ઐતિહાસિક નાટક અને હાસ્યરસથી ભરપૂર કોમિકનું ભવ્ય આયોજન

ટંકારા તાલુકાના વિરપર ગામે સમસ્ત ગામ તથા શ્રી ગૌ સેવા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે એક ભવ્ય નાટ્ય પ્રયોગનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

​પાવન નવરાત્રિ મહોત્સવ નિમિત્તે તારીખ ૧૫-૧૦-૨૦૨૬, ગુરૂવાર (પાંચમા નોરતા) ના રોજ રાત્રે ૧૦:૦૦ કલાકે ગામના કામધેનુ આશ્રમ ખાતે આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં સ્થાનિક કલાકારો દ્વારા શૌર્ય અને બલિદાનની ગાથા વર્ણવતું ઐતિહાસિક નાટક “વિરમાંગળાવાળો” તથા દર્શકોને ખડખડાટ હસાવતું હાસ્ય નાટક (કોમિક) “ધળાવગરનો ધણી” ભજવવામાં આવશે.

​ગૌશાળાના લાભાર્થે યોજાઈ રહેલા આ સેવા કાર્યમાં સહભાગી થઈ સહયોગ આપવા માટે શ્રી કામધેનુ ચેરીટેબલ ટ્રસ્ટ તથા વિરપર ગામ સમસ્ત દ્વારા આસપાસના ગ્રામજનો અને સર્વે ધર્મપ્રેમી ગૌભક્તોને પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

​કાર્યક્રમની વિગત:

​તારીખ: ૧૫ ઓક્ટોબર ૨૦૨૬, ગુરૂવાર (પાંચમું નોરતું)

​સમય: રાત્રે ૧૦:૦૦ કલાકે

​સ્થળ: કામધેનુ આશ્રમ, મુ. વિરપર, તા. ટંકારા, જી. મોરબી

​આયોજક: વિરપર ગામ સમસ્ત તથા શ્રી ગૌ સેવા યુવક મંડળ

​સંપર્ક: પ્રમુખ – ૯૮૨૫૦ ૩૨૪૫૭ | મંત્રી – ૯૮૭૯૮ ૩૫૭૨૨ | સભ્ય – ૯૯૨૫૫ ૮૨૦૨૬

Leave A Reply

Your email address will not be published.