ટંકારા: હડમતીયા ગામે લગ્ન પ્રસંગમાં જૂની અદાવતનો ખાર રાખી કારમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી

ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનની કારમાં જૂની અદાવત રાખી બે શખ્સોએ તોડફોડ કરી હતી. આરોપીઓએ લાકડાના ધોકા વડે કારના કાચ ફોડી નાખી આશરે ૩૦ હજારનું નુકસાન પહોંચાડ્યું હતું અને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપતા ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના લાયન્સનગરમાં રહેતા સાગરભાઇ નરેન્દ્રભાઇ ચાવડા હડમતીયા ગામે અનિલભાઇ પરમારના ઘરે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. તે દરમિયાન જૂના ઝગડાનો ખાર રાખી પારસ ઉર્ફે સુલતાન વાઘેલા (રહે. રફાળેશ્વર) અને વી.એમ. દાફડા (રહે. લીલાપર) નામના બે શખ્સોએ ફરિયાદીની સ્કોર્પિયો કાર નંબર GJ-36-AP-5557 પર ધોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં કારના આગળ-પાછળ અને સાઈડના કાચ તોડી નાખી આશરે રૂ. ૩૦ હજારનું નુકસાન કર્યું હતું. આરોપી પારસ ઉર્ફે સુલતાને ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે સાગરભાઇએ ફરિયાદ નોંધાવતા પોલીસે હથિયારબંધીના જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.