મોરબી જિલ્લામાં ‘ગ્લુ-ટ્રેપ’ (ઉંદર પકડવાની જાળ) ના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર કડક પ્રતિબંધ; અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

આ જાહેરનામુ ૧૯ જુલાઈ સુધી અમલી રહેશે; ભંગ કરનાર સામે થશે કાયદેસરની કાર્યવાહી

 

ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગરની સૂચનાઓ અને નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશોના ચુસ્ત અમલીકરણના ભાગરૂપે મોરબીના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. જે. ખાચર દ્વારા સમગ્ર મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની ચીકણી જાળ એટલે કે ‘ગ્લુ-ટ્રેપ’ (ગ્લુ-બોર્ડ અથવા સ્ટીકી ટ્રેપ) ના ઉત્પાદન, વેચાણ તેમજ ઉપયોગ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

સંયુક્ત પશુપાલન નિયામક અને ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની સત્તાવાર વિગતો અનુસાર, ઉંદરો કે અન્ય નાના જીવોને પકડવા માટે વપરાતી આ ગ્લુ-ટેપ અત્યંત ઘાતક અને અમાનવીય છે. કોઈપણ જીવને આવી બિનજરૂરી પીડા કે વેદના આપવી એ કાયદાકીય ગુનો બને છે. આ જાહેરનામું ૧૯/૦૭/૨૦૨૬ સુધી અમલી રહેશે. જો કોઈ પણ વ્યક્તિ, વેપારી કે સંસ્થા આ જાહેરનામાના નિયમોનો ભંગ કરતા અથવા ગ્લુ-ટ્રેપનું ઉત્પાદન, વેચાણ કે ઉપયોગ કરતા પકડાશે, તો તેમની સામે કડક શિક્ષાત્મક અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Leave A Reply

Your email address will not be published.