ટંકારામાં ફરી SMC ટીમ ત્રાટકી : ગોડાઉનમાંથી ૨૧૪૭ બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

 

ટંકારા પંથકમાં ખુબ ગાજેલા જુગાર કાંડ બાદથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના રડારમાં ટંકારા આવી ગયું હોય તેમ ફરી એક વખત SMC ટીમે રેડ કરી હતી જ્યાં લજાઈ જીઆઈડીસીમાં આવેલ બંધ ગોડાઉનમાં રેડ કરી ઈંગ્લીશ દારૂની ૨૧૪૭ બોટલનો જથ્થો કબજે લઈને વધુ તપાસ ચલાવી છે

 

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે લજાઈ જીઆઈડીસીમાં આવેલ શ્રી સંકલ્પ ગોડાઉન સામે આવેલ બંધ ગોડાઉનમાં બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૨૧૪૭ કીમત રૂ ૧૧,૮૧,૪૧૪ નો જથ્થો મળી આવ્યો હતો જેથી SMC ટીમે દારૂનો જથ્થો કબજે લઈને ગોડાઉન પોતાના નામે ભાડે રાખનાર આરોપી કમલેશકુમાર હનુમાનરામ ઉમર (ઉ.વ.31) રહે અડાસર બિકાનેર રાજસ્થાન અને દારૂનો જથ્થો મોકલનાર અને લેનાર તેમજ તપાસમાં ખુલે તે આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.