મોરબીના ટીંબડી ગામની સીમમાં કારમાંથી ૬૬૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો

 

ટીંબડી ગામની સીમમાં કારમાંથી પોલીસે ૬૬૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી લઈને દેશી દારૂ, કાર અને મોબાઈલ સહીત ૪.૯૨ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે પોલીસને જોઇને કાર ચાલક નાસી ગયો હતો જેથી મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે

 

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટીંબડી ગામની સીમમાં પાટીદાર ટાઉનશીપ સામે પોલીસને જોઇને સ્વીફ્ટ કાર જીજે ૩૬ એએલ ૫૩૦૦ નો ચાલક નાસી ગયો હતો જે કારની પોલીસે તપાસ કરતા દેશી દારૂ ૬૬૦ લીટર મળી આવ્યો હતો જેથી પોલીસે ૧.૩૨ લાખનો દેશી દારૂ, ૩.૫૦ લાખની કાર અને મોબાઈલ કીમત રૂ ૧૦ હજાર સહીત કુલ રૂ ૪,૯૨,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી ફરાર કારચાલકને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

Leave A Reply

Your email address will not be published.