ટંકારાના જબલપુર પાસે જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા

ટંકારાના જબલપુર ગામ પાસે બહુચર માતાજીના મંદિર નજીક જાહેરમાં ગંજીપત્તા વડે પૈસાની હારજીતનો જુગાર રમતા છ શખ્સોને પોલીસે રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ટંકારા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન બાતમીના આધારે તપાસ કરતા જબલપુર ગામ ઝાપની બાજુમાં આવેલ બહુચર માતાજીના મંદિર નજીક જાહેરમાં મિલન ધરમભાઇ ગૌસ્વામી, કૌશીક મગનભાઇ નારીયાણા, અમૃતલાલ નરશીભાઇ ફેફર, નરભેરામ ગંગારામભાઇ નારીયાણા, જયંતી દેવકરણભાઇ ભીમાણી અને અતુલ મગનભાઇ નારીયાણા તીનપત્તીનો જુગાર રમી રહ્યા હતા. પોલીસે રેડ દરમિયાન આરોપીઓ પાસેથી ગંજીપત્તાના ૫૨ પાના અને રોકડા રૂપિયા ૨૪,૫૦૦ કબજે કરી આરોપીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.