મોરબી સો-ઓરડી વિસ્તારમાં વરલી ફિચરનો જુગાર રમતા શખ્સ ઝડપાયો

મોરબીના સો-ઓરડી વિસ્તારમાં જાહેર રોડ પર વરલી ફિચરના આંકડા લખી પૈસાની હારજીતનો જુગાર રમાડતા એક શખ્સને પોલીસે રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે સો-ઓરડી વરીયા મંદિર વાળી શેરી પાસે જાહેર રોડ પર મકસુદભાઇ મુસાભાઇ ચૌહાણ વરલી ફિચરના આંકડાઓ લખી નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રહ્યો હતો. પોલીસે રેડ કરી આરોપી પાસેથી રોકડા રૂપિયા ૧૦૦૦ સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.