




વાંકાનેરના જોધપર ગામ પાસે નેશનલ હાઈવે પર એક કારની ટક્કરથી ચાલીને જઈ રહેલી મહિલાનું મોત નીપજ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના ચાચાપર ગામે રહેતા કેશવજીભાઇ દલપતભાઇ ચાવડાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પત્ની દિવ્યાબેન ઉર્ફે દીવુબેન, મામાના દીકરા, સાળી અને કૌટુંબિક ભાઈ સાથે પગપાળા ચોટીલા દર્શન કરવા વાંકાનેરના જોધપર ગામ પાસે ઓવરબ્રિજ ઉતરતા નેશનલ હાઈવે રોડ પરથી ચાલીને જઈ રહ્યા હતા. દરમિયાન એક અજાણી સફેદ ફોર વ્હીલ કારના ચાલકે પોતાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરિયાદીના પત્નીને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં શરીરે ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે કારચાલક પોતાની કાર લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા વાંકાનેર તાલુકા પોલીસે ફરાર કારચાલકને ઝડપી લેવા સહિતની આગળની તપાસ હાથ ધરી છે.
