

શહેરના નવાપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૭,૩૫૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે નવાપરા ખડીપરા શેરી નં ૦૨ [પાસે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા લાલજીભાઈ શીવાભાઈ કાંજીયા, હુસેન યુસુફભાઈ અફ્રીદી, સુરેશ ભરતભાઈ ધોરીયા, રાજુ રમેશભાઈ ધોરીયા, અનીલ રમેશભાઈ ધોરીયા અને મહેશ મનસુખભાઈ અઘોલા એમ છને ઝડપી લઈને રોકડ રૂ ૧૭,૩૫૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે