સીમ્પોલો ફાઉન્ડેશન દ્વારા ઉંચી માંડલ પ્રાથમિક શાળામાં અત્યાધુનિક લેબનો પ્રારંભ

 

મોરબીના જાણીતા ઉદ્યોગ ગ્રુપ સીમ્પોલો વિટ્રીફાઈડ પ્રા. લી. અને નેક્સન સરફેસ પ્રા. લી. કંપનીઓના સહયોગથી સ્થાપિત સીમ્પોલો ફાઉન્ડેશન દ્વારા મોરબીની ઉંચી માંડલ પ્રાથમિક શાળામાં અત્યાધુનિક લેબનો શુભારંભ કરવામાં આવ્યો હતો

 

સીમ્પોલો ફાઉન્ડેશન દ્વારા હાલમાં અનેકવિધ સામાજિક પ્રવૃતિઓ ચાલી રહી છે જેમાં શૈક્ષણિક ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને ઉપયોગી થવાના શુભ આશયથી મોરબી તાલુકાની ઉંચી માંડલ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા ૨૪૦ વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક ગણિત, ગુજરાતી અને અંગ્રેજી વિષયોનો અભ્યાસ કરવામાં મદદરૂપ બને તેવી અત્યાધુનિક લેબનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

 

લેબમાં જરૂરી કોમ્પ્યુટર, હેડ ફોન, સીસીટીવીથી સજ્જ બનાવી બાળકોને વિષયોનું જ્ઞાન સરળતાથી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે આધુનિક લેબમાં બાળકો જે સોફ્ટવેર પર અભ્યાસ કરવાના છે તે ખાનગી શાળાઓમાં હજારો રૂપિયા ખર્ચીને તેનું લાયસન્સ લેવાતું હોય છે પરંતુ સીમ્પોલો ફાઉન્ડેશન આ લાયસન્સ ખરીદી અને સરકારી શાળાના બાળકોને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવેલ છે પ્રોજેક્ટ રાજકોટ સ્થિત નિયો રાજકોટ ફાઉન્ડેશનની મદદથી અમલ કરવામાં આવી રહ્યો છે લેબની જાળવણી અને બાળકો સારી રીતે લેબનો ઉપયોગ કરી સકે તેવા હેતુથી એક શિક્ષકની નિમણુક કરવામાં આવી છે જે શાળાના સમયમાં હાજર રહીને બાળકોને મદદ કરશે જે કાર્યક્રમમાં સીમ્પોલો વિટ્રીફાઈડના મનસુખભાઈ કૈલા અને નેકસન સર્ફેસ કંપનીના કપિલભાઈ અઘારા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

 

Leave A Reply

Your email address will not be published.