ટંકારાના એડવોકેટ બદરૂદીન વી હાલાની નોટરી તરીકે નિમણુક

 

(હર્ષદરાય કંસારા ટંકારા) ટંકારા ના એડવોકેટ બદરૂદ્દીન વી.હાલા કેન્દ્ર સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે.

ટંકારાના એડવોકેટ બદરુદિન વી.હાલા  છેલ્લા 15 વર્ષથી વકીલાત કરી રહ્યા છે. સિનિયર અને અનુભવી છે. કેન્દ્ર સરકારના  લીગલ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇન્ટરવ્યૂમાં  ઉતીર્ણ થતા  નોટરી તરીકે નિમવામાં આવેલ છે

બી . વી. હાલા ટંકારા એસોસિએશન ના સદસ્ય અને સિનિયર એડવોકેટ છે. ટંકારા અને આજુબાજુ ના ગામોમાં દરેક સમાજના આગેવાનો, સામાજિક કાર્ય કરો, ખેડૂતો તથા અસીલો ના રેવન્યુના  પ્રશ્નો હલ કરી સેવા કરેલ છે. નોટરી તરીકે બી.વી.હાલા ની નિમણૂકને ટંકારા, મોરબી, વાંકાનેર, રાજકોટ ના આગેવાનો તથા વકીલ મંડળોએ તથા હિન્દુ મુસ્લિમ સમાજે અભિનંદન પાઠવેલ છે.

Leave A Reply

Your email address will not be published.