

આજે મોરબીમાં આયોજિત રાજપૂત સમાજના સન્માન સમારોહમાં હાજરી આપવા આવેલા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસને આડેહાથ લઈને જણાવ્યું હતું કે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ પ્રજા વચ્ચે જવું જોઈએ, હાલ રાજ્યમાં હોનારતની સ્થિતિ છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોને બેંગ્લોરના લક્ઝરી રિસોર્ટમાં રખાયા છે જે યોગ્ય નથી. પ્રજા જયારે પીડા અનુભવી રહી છે ત્યારે નેતાઓ જલસા કરે તે યોગ્ય નથી. પાર્ટીને જીતાડવા માટે તેને મથામણ કરી હતી, વ્યક્તિગત ભાજપ કે કોંગ્રેસ સાથે કોઈ વાંધો ના હોવાનું જણાવીને કોંગ્રેસ પક્ષ દુખી ધારાસભ્યોના પ્રશ્નનો નિવેડો ના લાવી સકી જેથી આ સ્થિતિ ઉદભવી છે તો કોંગ્રેસને શું તેના ધારાસભ્યો પર ભરોસો નથી તો તેને બેંગ્લોર લઇ જવાયા છે. રાજ્યસભા ચુંટણીઓ માટે કોંગ્રેસે જે મથામણ શરુ કરી છે તેનાથી પ્રજા આહત છે. પ્રજા હાલ પીડાઈ રહી છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોને તેમની વચ્ચે રહેવું જોઈએ.