Billboard ad 1150*250

મોરબીના આંદરણા ગામે પૈસાની ઉઘરાણી મામલે મારામારી-ધમકી

તાલુકા પંચાયતના માજી પ્રમુખ સહિતના બે સામે પોલીસમાં ફરિયાદ

0 731

મોરબીના આંદરણા ગામના રહેવાસી દિનેશભાઈ ઓધવજીભાઈ દેસાઈએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી રસિક લાલજી દંતાલીયા અને ધનજી મોહનભાઈ દંતાલીયા (માજી પ્રમુખ મોરબી તાલુકા પંચાયત) રહે. બંને આંદરણા વાળા પાસે ફરિયાદી અગાઉના પૈસા માંગતા હોય જે ઉઘરાણી મામલે આરોપીઓને સારું નહિ લાગતા તેની ઓફીસ પાસે આવીને ફરિયાદી તથા તથા તેના ભાઈઓને ગાળો આપીને ઢીકા પાટું માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. મોરબી તાલુકા પોલીસે મારામારી તેમજ ધમકી આપ્યા અંગે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat