મોરબીના ચાર નાયબ મામલતદારને મામલતદાર તરીકે પ્રમોશન મળ્યું.

227 નાયબ મામલતદારને મામલતદાર તરીકે પ્રમોશન આપવા હુકમ

રાજ્યના નાયબ મામલતદારને અંતે સરકારે મામલતદાર તરીકે પ્રમોશન આપ્યા છે.રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે મામલતદારોની બદલી કરવા હુકમ કરી 227 નાયબ મામલતદારને મામલતદાર તરીકે પ્રમોશન આપવા હુકમ કર્યો છે જે અંન્વયે મોરબી જિલ્લામાં ફરજ બજાવતા  થડોદાભાઈ, હડિયલભાઈ,સતાણીભાઈ અને  તાવીયાડભાઈ ને મામલતદાર તરીકે બઢતી મળી છે. પ્રમોશન માટે સિનિયોરિટી અંગે લાંબા કાનૂની જંગ બાદ અવરોધો દૂર થતા બઢતી આપવામાં આવી છે.પરંતુ મોટાભાગના પ્રમોશન મેળવનાર નાયબ મામલતદારો નિવૃત્ત થવાને આરે ઉભા છે.

 

 

Leave A Reply

Your email address will not be published.