મોરબીમાં તા.૧૬ના રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.

મોરબી નગરપાલિકા અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા  સેવા સેતુ કાર્યક્રમનું આયોજન તા.૧૬ને શુક્રવારના રોજ નગરપાલિકા કોમ્યુનીટી હોલ,કાયાજી પ્લોટ,શનાળા રોડ ખાતે કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં નાગરિકોની વ્યક્તિગત રજુઆતો અને અરજીઓના સ્થળ ઉપર જ ઉકેલ કરવા માટે મોરબીના નગરપાલિકા વોર્ડ નં.૮,૯ તથા ૧૨ ના વિસ્તાર માટે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવક,જાતિ,ક્રીમીલીયર,દોમીસાઈલના દાખલા,રેશન કાર્ડને લગતી અરજીઓ,આધાર કાર્ડ વગેરે અંગેની અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે.આ અરજી બપોરના બે વાગ્યા સુધી જ સ્વીકારવામાં આવશે.

Comments
Loading...
WhatsApp chat