મોરબીના સિરામિક ઉદ્યોગે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા, જાણો શા માટે ?

મોરબીના સિરામિક એશો દ્વારા હાઈકોર્ટમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટીનું જે છેલ્લું તારણ આપવામાં આવ્યું હોય જેના વિરુદ્ધમાં સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન દાખલ કરવામાં આવી છે. ડાયરેક્ટર જનરલ ઓફ એન્ટી ડમ્પિંગ ડ્યુટી દ્વારા ચીનની સાત કંપનીઓને ઝીરો ડયુટીનો નિર્ણય કરવામાં આવ્યો છે તેની સામે વિરોધ દર્શાવીને આ મામલે હાઈકોર્ટમાં સિવિલ એપ્લીકેશન કરવામાં આવી છે જેની દોઢ કલાકની હિયરીંગમાં કુદરતી ન્યાયના સિધ્ધાંતની વિરુદ્ધ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ફલિત થયું હતું જેના પગલે તમામ સંબંધિત ખાતાને નોટીસ પાઠવીને આગામી તા. ૧૦ જુલાઈએ હાજર રહેવા માટે હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હોવાનું સિરામિક એશો.ના હોદેદારો જણાવી રહ્યા છે. મોરબી સિરામિક એશો.ના પ્રમુખ કે.જી.કુંડારિયાએ જણાવ્યું હતું કે ડાયરેક્ટર જનરલ ઓફ એન્ટી ડમ્પિંગ ડ્યુટી દ્વારા ચીનની સાત કંપનીને ઝીરો ડ્યુટીમાં લેવાના નિર્ણયથી મોરબી સિરામિક એશો.એ નારાજગી દર્શાવી હતી આ મામલે હાઈકોર્ટમાં દાદ માંગી છે. દેશના ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે અને સિરામિક ઉદ્યોગને ન્યાય મળશેતેમ જણાવ્યું હતું.

Comments
Loading...
WhatsApp chat