પસ્તી વહેંચીને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટની આપી ભેટ

હળવદના ફ્રેન્ડસ યુવા ગ્રુપની ઉમદા કામગીરી

હળવદના ફ્રેન્ડસ યુવા ગ્રુપ દ્વારા આજે ઉમિયાનગર પ્રાથમિક શાળા ના ૭૦ થી વધુ જરૂરિયાતમંદ બાળકો ને શૈક્ષણિક કીટ વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ કીટ માં નોટબુક, ચોપડા, કંપાસ તથા જરૂરિયાત ની શૈક્ષણિક વસ્તુ ઓ આપવામાં આવી હતી. સાથે જ શાળા ને ફ્રેંડ્સ યુવા સેવા ગ્રુપ નું પ્રમાણપત્ર આપવામાં આવેલ. આ તકે ફ્રેન્ડસ યુવા ગ્રુપના સભ્યોએ બાળકો ને ભણતર નુ મહત્વ સમજાવ્યું હતું. ફ્રેન્ડસ યુવા ગ્રુપના યુવાનોએ હળવદની સેવા ભાવિ જનતા પાસે થી પસ્તી ભેગી કરી અને એ પસ્તી દ્વારા મળેલ રકમ તેમજ રોકડ રકમ ભેગી કરી  ભારત નુ ભવિસ્ય એવા બાળકો ને સહાય કરવા २० દિવસ માં લોકો પાસે થી  આથિઁક  સહાય ભેગી કરવામા આવી . આ તકે ફ્રેંડ્સ યુવા ગૃપ ના પ્રમુખ  વિશાલભાઈ જયસ્વાલ એ વધુ માં જણાવ્યું હતું કે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ૬૦૦ થી વધુ જરૂરીયાત મંદ બાળકો ને શૈક્ષણિક કીટ આપવા માં આવશે. શક્ય હોય તેટલા વધુ બાળકો ને મદદ કરવામાં આવશે. હળવદ ની સેવા ભાવિ જનતા નો ગૃપ ના તમામ સભ્ય એ આભાર માન્યો,તેમજ આગામી સમય મા આવો જ સાથ મળશે એવી આશા વ્યકત કરવામા આવી. આ કાર્ય ને સફળ બનાવવા ફ્રેન્ડસ યુવા ગ્રુપના પ્રમુખ વિશાલ જયસ્વાલ સભ્ય
મેહુલ પટેલ, રાજ ચાવડા, રાકેશ ચાવડા, દિવ્યાંગ શેઠ ,અમન ભલગામા, ગૌતમ શેઠ સહિતના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.

 

Comments
Loading...
WhatsApp chat