



મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનમાં જોડાયેલ નીલેશ એરવાડીયા વિરુદ્ધ કલાકાર હકાભા ગઢવીએ કરોડોની માંગણી કરી સરકાર સાથે સેટિંગના આક્ષેપો કર્યા બાદ ઉપવાસ આંદોલનથી અલગ કરવામાં આવ્યા હતા અને નીલેશ એરવાડિયાએ સરદાર સેનાની સ્થાપના કરી શનિવારે રવાપર ચોકડી નજીક સરદાર સેના દ્વારા કિસાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું
કિસાન સંમેલનમાં આગામી સમયમાં ખેડૂતોના પ્રશ્ને સંગઠન મજબુત બનાવાવની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી આગામી ૯ ઓગસ્ટના રોજ હળવદમાં બારડોલી સત્યાગ્રહ વિજય દિવસ ઉજવાશે અને ૩૧ ઓક્ટોબરના રોજ સરદાર પટેલની જન્મ જયંતી નિમિતે મોરબી શહેરની દરેક સોસાયટીમાં ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી નીલેશ એરવાડિયાએ જણાવ્યું હતું કે ખેડૂતોની પીડા, હક, અધિકાર અને સ્વાભિમાન માટે સરદાર સેના બનાવવામાં આવી છે અન્ય સંસ્થાઓ સરકાર સામે લાલ આંખ નથી કરી સકતી ત્યારે સરદાર સેના સરકાર સામે અવાજ ઉઠાવશે સરદાર સેનામાં ૧૮ વર્ણના લોકો સામેલ છે અને ખેડૂતોની ઢાલ બનીને ઉભા રહેશે
જેતપર સભામાં આપેલ નિવેદન ફરીથી આપ્યું હતું કે સરકારી તંત્ર દાદાગીરી કરી થાંભલા નાખશે તો થાંભલા કાઢીને ૩૬ રૂપિયા કિલોના ભાવે વેચી નાખવામાં આવશે તે ઉપરાંત સરદાર સેનાનું ગામડે ગામડે સંગઠન બનાવવામાં આવશે જાતી, જ્ઞાતિ, ભાષા, ધર્મના ભેદભાવ વિના સાથે મળીને સરદાર પટેલના સપનાનું ભારત બનાવવા સરદાર સેનાનું ગામડે ગામડે સંગઠન બનાવવામાં આવશે

