કલેકટર કચેરીએ મીટીંગમાં ખેડૂતો પ્રતિનિધિઓ નહિ, ભાજપના હોદેદારો હાજર હતા : ખેડૂત સમિતિનો આક્ષેપ




મોરબી જીલ્લા કલેકટર કચેરીએ ગઈકાલે રાજ્યમંત્રી કાન્તીભાઈ અમૃતિયાની હાજરીમાં માર્કેટ રેટ કમિટીની મીટીંગ મળી હતી જેમાં તંત્રએ ખેડૂતોની ઉપસ્થિતિમાં MRC અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હોવાનું જાહેર કર્યું હતું જેતપર ખેડૂત સમિતિએ મીટીંગ અંગે સ્પષ્ટતા કરી જણાવ્યું છે કે બેઠકમાં ખેડૂત પ્રતિનિધિઓ નહિ ભાજપના હોદેદારો હાજર રહ્યા હતા જે ગંભીર આક્ષેપો કહી સકાય
જેતપર સત્યાગ્રહમાં જોડાયેલા ખેડૂત અગ્રણી નેહુલ અમૃતિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કુલ વીજળીનું ઉત્પાદન ૫૮.૨ ગીગાવોટ છે જેમાંથી સોલાર અને પવનચક્કી (RE)દ્વારા ૩૧.૪ ગીગાવોટ અને કોલસાથી ૧૬ ગીગાવોટ ઉત્પાદન થાય છે ગુજરાત રાજ્યની રીયલ ટાઈમ ડીમાંડ માત્ર ૨૨ ગીગાવોટ છે અને તે RE ઉર્જાથી જ રાજ્યની જરૂરિયાત પૂરી થઇ સકે છે અને કોલસાનું ઉત્પાદન બંધ કરવામાં આવે તો પણ જરૂરિયાત કરતા વધુ ઉત્પાદન થાય છે ખાનગી કંપનીના ભવિષ્યના આયોજન મુજબ કચ્છ અને જામનગરમાં ૨૦૨૬-૨૭ સુધીમાં ૯૭ ગીગાવોટ અને ૨૦૩૪-૩૫ સુધીમાં ૧૮૩ ગીગાવોટ વીજળી ઉત્પાદન કરવા માંગે છે વધારાની વીજળી અન્ય રાજ્ય અને દેશોમાં વેચીને ખાનગી કંપનીઓ માત્ર પોતાનો નફો કમાવવા માંગે છે
જે હેતુ માટે ગુજરાતના લાખો ખેડૂતોના ખેતરમાંથી હાઈ ટેન્શન વીજલાઈનો નાખવામાં આવી રહી છે અને ફળદ્રુપ જમીનને નુકશાન થાય છે ખેડૂતો, ખેત મજુરો અને પશુઓને ૨૫ વર્ષ સુધી જોખમ ઉઠાવવાનું રહે છે ખેડૂતોની માંગ છે કે રાજ્યને વીજળીની જરૂર હોય ત્યાં જ આવા પાર્ક બનાવીને ઉત્પાદન કરવામાં આવે તેમજ કલેકટર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે સરકારે ખેડૂતોની તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે પરંતુ ખેડૂતોએ આ વાત નકારી કાઢી છે પરિપત્ર મુજબ ટાવર માટે બજાર કિમતના ૨૦૦ ટકા વળતરની વાત છે પરંતુ કોરીડોર માટે બજાર કિમતના ૩૦ ટકા વળતરની જોગવાઈ છે જેથી ખેડૂતોને થતા નુકશાનની ભરપાઈ થતી નથી