વાંકાનેરમાં એનડીપીએસ ગુનામાં સંડોવાયેલ ઈસમને એલસીબી ટીમે મહેસાણાના કડીથી ઝડપ્યો

 

વાંકાનેર સીટી પોલીસ મથકમાં એનડીપીએસ ગુનામાં નાસતા ફરતા આરોપીને મહેસાણા જીલ્લાના કડી ખાતેથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર સીટી પોલીસ મથકમાં એનડીપીએસ ગુનામાં આરોપી સંજય ઉર્ફે ફલ્લો મુસ્તાક ઉર્ફે રાજુભાઈ પટણી રહે ગુલાબનગર ટાંકા સામે કડી મહેસાણા વાળો હાલ કડી ખાતે હોવાની બાતમી મળતા ટીમને કડી રવાના કરી હતી અને આરોપીને એલસીબી કચેરી લાવી ગુના સંબંધી પૂછપરછ કરી આરોપીની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી અર્થે આરોપીને વાંકાનેર સીટી પોલીસ મથકને સોપવામાં આવ્યો છે

Leave A Reply

Your email address will not be published.