


ટંકારા તાલુકાના હડમતીયા ગામ નજીક આવેલા પાલણપીર ધામ ખાતે તા.૨૫ને ગુરુવારના રોજ મોરબી જીલ્લા દલીત સમાજ સમિતિના સહયોગથી પાલણપીર મેધવાડ સમાજ ટ્રસ્ટ દ્વારા બૌદ્ધ વિધિથી સમૂહ લગ્ન તથા દલીત શક્તિ-મહા સંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મુખ્ય મહેમાન તરીકે ધમ્મભૂમિ ફાઉન્ડેશન-IAS Accademy પલવલ,હરિયાણાના સંસ્થાપક ભંતે ડો. કરૂણા શીલ રાહુલ જી. પધારશે તેમજ અન્ય આગેવાનો હાજરી આપશે.સમૂહ લગ્નમાં ૧૦ નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે.

