ટંકારાના ઓટાળા ગામે દંપતીએ મહિલાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી 

 

ઓટાળા ગામમાં સરકારી જમીનમાં માતાજીની સ્થાપના કરેલ હોય જ્યાં મંદિર બનતું હોય જે સારું નહિ લાગતા દંપતીએ મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ૪૨ વર્ષની મહિલાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ ચલાવી છે

 

મૂળ ટંકારાના ઓટાળા હાલ ટંકારા ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા રસીલાબેન રમેશભાઈ ભાલોડીયા (ઉ.વ.૪૨) વાળાએ આરોપીઓ રસિક શામજીભાઈ સીણોજીયા અને તેના પત્ની મુન્નીબેન રસિકભાઈ સીણોજીયા રહે બંને ઓટાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી રસીલાબેને ઓટાળા ગામે સરકારી જમીનમાં દસ વર્ષથી માતાજીની સ્થાપના કરી છે અને ત્યાં મંદિરનું કામ કરે છે જે જગ્યાની બાજુમાં આરોપીનું મકાન આવેલ છે અને આરોપીઓને મંદિર બનાવવાની વાત ગમતી નથી

 

જેથી આરોપી રસીકે ફરિયાદી રસીલાબેનને પાવડાથી શરીરના ભાગે માર મુંઢ ઈજા પહોંચાડી તેમજ આરોપી મુન્નીબેને વાળ ખેંચી ઝપાઝપી કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.