


સલામત સવારી એસટી અમારી એવું સોનેરી સૂત્ર તો આપવામાં આવ્યું છે પરંતુ ખરેખર સવારી કેટલી સલામત છે તેના અનેક જીવંત ઉદાહરણ મળી રહેતા હોય છે છાશવારે એસટી બસમાં મુસાફરો હેરાનગતિનો સામનો કરતા હોય છે જેમાં આજે જામનગર રૂટની એસટી બસનું ટાયર ફાટતા મુસાફરોને અન્ય બસમાં બેસાડવા પડ્યા હતા
મોરબી જામનગર રૂટની એસટી બસનું ટાયર ફાટ્યું હતું બસ ટંકારા ધ્રોલ રોડ પર આજી નદીના પુલ પાસે પહોંચી ત્યારે બસનું ટાયર ઓચિંતું ફાટ્યું હતું જેને પગલે બસમાં સવાર મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી બસના મુસાફરોને ઉતારી અન્ય બસમાં બેસાડી રવાના કરવામાં આવ્યા હતા